ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા ભાજપના નેતા ફરાર જો 15 દિવસમાં નહિ ઝડપાય તો ભાગેડુ જાહેર કરી મિલકત જપ્ત કરાશે.

0
615

રાજકોટ માં ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા ભાજપના ફરાર નેતા 15 દિવસમાં નહિ ઝડપાય તો ભાગેડુ જાહેર કરી મિલકત કબજે કરાશે.

જો સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાય તો સીઆરપીસીની કલમ 82 અને 83 મુજબ તેને ભાગેડુ જાહેર કરી તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ઓળખાવનાર ભાજપના વોર્ડ નંબર 15 ના પ્રભારી સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાઈ તો તેને ભાગેડું જાહેર કરવામાં આવશે.

તો સાથે જ તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે વપરાશમાં લેવામાં આવતા ટોસીલીઝૂમેબ નામના ઇન્જેક્શનના નામે રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં નોંધાઇ હતી.

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સંજય ગોસ્વામી તેમજ તેના સાગરીત મયુર ગોસાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે અંતર્ગત પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા મયુર ગોસાઈની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે કે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી તેમજ વોર્ડ નંબર 15 ના પ્રભારી સંજય ગોસ્વામી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શનના નામે દર્દીના સગા પાસેથી રુપિયા આવતા હોવાની ફરિયાદમાં આરોપી સંજય ગોસ્વામી ફરાર છે.

જેને ઝડપી પાડવા માટે રાજકોટ શહેર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. જો સંજય ગોસ્વામી 15 દિવસમાં નહીં પકડાય તો સીઆરપીસીની કલમ 82 અને 83 મુજબ તેને ભાગેડુ જાહેર કરી તેની મિલકત પણ જપ્ત કરવામાં આવશે.

8 એપ્રિલથી 12 એપ્રિલના સમય દરમ્યાન જેન્તીભાઈ ત્રિભુવનભાઈ શિશાંગીયાની ભાણેજ ઉર્મિલાબેન કોરોના સંક્રમિત થયા હતા. જેથી તેની સારવાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ સમયે મયુર હસમુખભાઈ ગોસાઈ નામના વ્યક્તિએ ફોન કરી કોરોના પોઝિટિવ દર્દીને તાત્કાલિક અસરથી ટોસિલીઝૂમેબ નામનું ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. જ્યારે કે ફોન ઉપર ડોક્ટર તરીકે સંજય બચુભાઈ ગોસ્વામીએ પોતાની ઓળખ આપી દર્દીને તાત્કાલિક ઇન્જેકશન આપવું પડશે તેવી વાત કરી હતી. ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું.
જેથી કોરોના પોઝિટિવ દર્દીના સગા જેન્તીભાઈએ ઇન્જેક્શન બાબતે તપાસ કરી હતી પરંતુ ઇન્જેક્શન મળ્યું ન હતું. તેમણે મયુર ગોસાઈને ફોન કરી ઇન્જેક્શન નહીં મળેલ તેવી વાત કહી હતી. ત્યારબાદ મયુર ગોસાઈએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ઇન્જેક્શન ડોક્ટર બહારથી મંગાવી દર્દીને આપી દેશે તો ચાલશે? ત્યારે જેન્તીભાઈ વિશ્વાસમાં આવી જતા તેમણે હા પાડી હતી.

ત્યારબાદ મયુર ગોસાઈ અને સંજય ગોસ્વામી દર્દી ઊર્મિલા બેનને ઇન્જેક્શન આપી દીધેલ છે. જે ઇન્જેક્શનના 45,000 તથા અનુકૂળતાએ બીજી રકમ આપવાનું જેન્તીભાઈને જણાવ્યું હતું.