Home Gujarat Ahmedabad આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય: ડીજીપી

આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય: ડીજીપી

0

આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય: ડીજીપી

અમદાવાદ :

કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે.

હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે.

તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળીની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે.

નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે.

દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે.

આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

વડોદરા પોલીસ ભવનમાં બેન્ડબાજા સાથે ડીજીપી આશિષ ભાટીયાનું સ્વાગત કરાયું હતું. પોલીસ ભવનમાં શી ટીમ માટે કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું તેમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

સાથે જ તેમણે શી ટીમની મહિલા પોલીસ જવાનોને બૂલેટ બાઈક પણ ફાળવી હતી. જેથી આ મહિલા જવાનો શહેરમાં પેટ્રોલિંગ કરવા માટે બાઈક પર નીકળશે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version