આજે કોરોનાની રસી લેવા હકુભાનો અનુરોધ.
આજે જામનગરના 8 સ્થળો પર કોરોના વેક્સીન આપવાનો કેમ્પનું આયોજન.
જામનગર વાસીઓ વધુમાં વધુ લાભ લીએ તેવી આશા.
શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરદ્વારા જામ્યુકોના સહયોગથી આયોજન.
જામનગર : 4
શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્રારા મહાનગરપાલિકાના સહયોગથી આવતીકાલે તા.04/04/2021ને રવિવાના શહેરના 8 સ્થળો પર કોરોના મહામારીની વેક્સીન આપવાનો કેમ્પ યોજાયેલ છે જેમાં ૪પ વર્ષથી ઉપરની ઉમરના તમામ નાગિરકો ભાઈઓ-બહેનો તેમજ કોઈ વિશેષ બિમારી ધરાવતા કોઈપણ ઉમરના ભાઈઓ-બહેનોને વેક્સીન આપવામાં આવશે.
ઉપરોક્ત કેમ્પમાં શહેરના વેક્સીન લેવાને પાત્ર ભાઈઓ-બહેનો પોતાના આધારકાર્ડ કે અન્ય કોઈ ઓળખના પુરાવા તેમજ માંદગીના કિસ્સામાં તે અંગેના પ્રમાણપત્ર સાથે ઉપસ્થિત થઈ વેક્સીન લેવા શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તેમજ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા(હકુભા)એ જાહેર અપીલ કરેલ છે.
1 . વોર્ડનં. 1 માં શ્રી ખોડીયાર માતાજીનું મંદિર, એસ.એસ.બી. ટ્રેનીંગ સેન્ટર સામે વાલસુરા રોડ, જામનગર બપોરે 3 કલાકે થી
2. વોર્ડનં.2 માં શ્રી અંકલેશ્ર્વર મહાદેવ મંદિર, ધરાનગર -2, ગોલ્ડનસીટીની બાજુમાં, જામનગર બપોરે 3 કલાકે થી
3. વોર્ડનં.3માં પંચાણભાઈ શામજીભાઈ કડવા પટેલ સેવા સમાજ, વિકાસગૃહ ચોક, જામનગ2 બપોરે 3 કલાકે થી
4 . વોર્ડનં.4 કિલ્લોલ વિદ્યાલય, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, જામનગર સવારે 10 કલાકે થી
પ. વોર્ડનં.પ ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 સુધી
6. વોર્ડનં.6, વુલનમિલની ચાલી, હિન્દી સ્કુલ, દિગ્જામ મીલ પાછળ, જામનગ2 બપોરે 3 કલાકે થી
7. વોર્ડનં.11 હાપા, ચામુંડા માતાજી મંદિર, જામનગર બપોરે 3 કલાકે થી
8. વોર્ડનં.૧પ, સુર્યદિપ હાઈસ્કુલ, રડાર રોડ, ગોકુલનગર, જામનગર બપો 3 કલાકે થી