અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૫૦ બહેનોને સિલાઈ મશીન વિતરિત કરાયા.

0
701

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ૫૦ બહેનોને સિલાઈ મશીન વિતરિત કરાયા.

સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર તા. ૨૨ જૂન, શ્રી લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા જામનગરની ૫૦ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બહેનોને સિલાઈ મશીન વિતરિત કરવામાં આવ્યા હતા. 

આ તકે રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમાજમાં રહેલી આવી સેવા સંસ્થાઓના નેજા હેઠળ સમાજના ઉત્થાન કાર્ય આદર્શ રીતે થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાના માટે તો કાર્ય કરતું જ હોય છે પરંતુ સમાજ માટે મદદરૂપ થવું એ અત્યંત પ્રશંસાપાત્ર છે. વળી, રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સમાજના દરેક વ્યક્તિને આત્મનિર્ભર બનવા માટે કટિબધ્ધ છે. આ પ્રયાસોમાં સેવા સંસ્થાઓનું જોડાણ ‘સોને પે સુહાગા’ જેવું છે.

આ તકે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા તથા શ્રી લોહાણા મહિલા સેવા સમાજ સંસ્થાના વડા શ્રી સુલોચનાબેન તન્ના તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.