સચાણામાં 1950 લીટર ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસને ઝડપી લેતી એસ.ઓ.જી.

0
434

સચાણામાં 1950 લીટર ડીઝલના શંકાસ્પદ જથ્થા સાથે એક શખસને ઝડપી લેતી એસ.ઓ.જી.

જામનગર: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્રનની સૂચનાથી એસ.ઓ.જી.ના પી.આઇ એસ એસ નિનામાના માર્ગદર્શન મુજબ એસઓજીના પીએસઆઇ વિછી તથા પીએસઆઈ ગઢવીની સૂચના અનુસાર સ્ટાફના માણસો પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે પેટ્રોલીંગમાં હતા.

દરમિયાનમાં એસ.ઓ.જી સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામ ડેરીવાડીયા તથા દોલતસિંહ જાડેજા ને ખાનગી રાહે હકીકત મળેલ કે સચાણા ગામ ની બાજુમાં આવેલ દરગાહની નજીકના બાવળની ઝાડીમાં સચાણા ગામમાં રહેતો ઈમ્તિયાઝ જાકુ ગંઢાર ઉંમર વર્ષ 24 નામનો શખસ કોઈ બિલ કે આધાર વગરના ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.

આ બાતમી આધારે પોલીસ દ્વારા રેડ કરીને સદર જગ્યાએથી પેટ્રોલિયમ પ્રદાર્થ ડિઝલ ભરેલા 30 કેરબા કુલ 1950 લીટરનો જથ્થો કોઈ બિલ આધાર પુરાવા વગર રાખી મળી આવતા અટકાયત કરી હતી.

આ ડીઝલના જથ્થાને શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરી આરોપી વિરુદ્ધ એએસઆઈ ચંદ્રસિંહ જાડેજાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના અધિકારીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.