જામનગર સહિત રાજયની છ મનપાના મેયર સહિતના હોદ્દેદારોની વરણીની તૈયારી કરતું ભાજપ
જામનગરને 12મી માર્ચે મળશે
નવા મેયર ખાસ બોર્ડમાં મેયર સહિત ડે.મેયર અને સ્ટે.કમીટી ચેરમેને સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર કરાશે નિમણુંક
જામનગર:
જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થતાં મ્યુનિ. કમિશ્ર્નરને વહિવટદાર નિમાયા હતા,ચૂંટણી પંચ દ્વારા 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવતા જામનગરની 64 બેઠકમાંથી ભાજપે 50 બેઠકમાં વિજય પ્રાપ્ત કર્યો હતો જયારે કોંગ્રેસનસે ફાળે 11 અને ત્રણ બહુજન સમાજ પાર્ટીએ કબજે કરી હતી.
હવે આગામી તા.12ના રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે ખાસ બોર્ડ બોલાવશે જેમાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પદની નિમણુંક કરવામાં આવશે.
ખાસ બોર્ડમાં મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવશે.
મેયર પદ નિમાવની તારીખ જાહેર થતાની સાથે જ શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
જામનગર ઉપરાંત અમદાવાદને મળશે 10 માર્ચે નવા મેયર : 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક માં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે.
મેયર સહિતના પદાધિકારીઓની પણ વરણી કરવામાં આવશે.
રાજકોટને મળશે 12 માર્ચે નવા મેયર.
<span;>સુરતને 12 માર્ચે મળશે નવા મેયર. ભાવનગર શહેરને મળશે 10 માર્ચે નવા મેયર સહિતના હોદ્દેદારો અને વડોદરાને 11 માર્ચે મળશે નવા મેયર.