જામનગરમાં બે શખસ સામે દુકાન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ.
દેશ દેવી ન્યુઝ જામનગર.
કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયા ગામમાં રહેતા ખેડૂત રમેશભાઈ તુલસીભાઈ વાદી ઉંમર વર્ષ 42 દ્વારા સીટી-સી ડિવિઝનમાં જામનગર ની સાધના કોલોની બ્લોક નંબર એમ /3836 માં રહેતા ભરત સવજી વઘાસિયા અને હાલ શ્યામધામ ચોક વિભાગ-1, સુરત ખાતે રહેતા લલિત સવજી વઘાસિયાની વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધેયક 2020 ની જુદી-જુદી કલમ અનુસાર ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે ફરિયાદી રમેશભાઈ ની દુકાન સર્વોદય સોસાયટીમાં પૂર્વ તરફથી પહેલી દુકાન સીટ નંબર 342 જેના સિટી સરવે નંબર 5209 પેકી ના પ્રોપર્ટીકાર્ડ મુજબની 110 ચોરસ ફુટ આશરે કિંમત 700000 વાળી દુકાન આ કામના આરોપીને ઓળખાણ અને સંબંધના નાંતે વાપરવા-ધંધો કરવા માટે ભાડા વગર આપી હતી.
આ દુકાન લલિતભાઈને આપેલ હતી અને તેઓએ આ દુકાન ફરિયાદીની જાણ બહાર આરોપી ભરત વઘાસીયાને કબજો આપી સુરત જતા રહેતા. ફરિયાદીએ દુકાન ખાલી કરવાનું જણાવ્યું હતું દરમિયાનમાં આરોપીઓએ રૂપિયા આપો તો દુકાન ખાલી કરી આપું તેમ કહ્યા દુકાન ખાલી કરતા ન હોય અને ગેરકાયદે કબજો રાખી પૈસા પડાવવાની કોશિશ કરી એકબીજાને મદદગારી કરી હતી.
દરમિયાનમાં રમેશભાઈએ આ મામલે કલેકટર સમક્ષ અરજી કરી હતી અને જે અંગેની તપાસમાં વિગતો બહાર આવતા સીટી-સી ડિવિઝનમાં ભરત અને લલિતની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ શહેર ડીવાયએસપી નિતેશ પાંડે દ્વારા ચલાવવામાં આવી રહી છે.