જામનગરમાંથી અંંગ્રેજી શરાબની 120 બોટલ સાથે 2 ને ઝડપી લેતી LCB : રૂા.2.53 લાખનો મુદ્દામાલ જપ્ત.

0
1330

જામનગરમાંથી અંંગ્રેજી શરાબની 120 બોટલ સાથે બેને ઝડપી લેતી એલસીબી: રૂા.2.53 લાખનો મુદ્દામાલ જપ્ત.

દેશ દેવી ન્યુઝ જામનગર : જામનગરના અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને બે શખસોને શરાબની 120 બોટલ અને કાર સાથે પકડી લીધાં હતાં, કુલ 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો.

જામનગરના અંધ આશ્રમ ફાટક, આવાસ કોલોની ખાતે બાતમીના આધારે એલસીબીની ટૂકડીએ દરોડો પાડીને અંધાશ્રમ આવાસ કોલોની, બ્લોક નં.41, મ નં.6માં રહેતાં પ્રવિણ ઉર્ફે પ્રવીણ લક્ષ્મીદાસ ગજરા (ઉ.વ.34) અને આવાસ બ્લોક નં.72, મ નં.10માં રહેતાં અંકિત મુકેશ બારોટ (ઉ.વ.27)ને પકડી લીધાં હતાં.

આરોપીએ ગેરકાયદે પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનું વેચાણ અર્થે પોતાના કબ્જાની જાયલો કારમાં રાખી રેઇડ દરમ્યાન બોટલ નંગ-120 કિ.રૂ. 48,000/- તથા મોબાઇલ ફોન, કાર મળી કુલ રૂ. 2,53,000/- ના મુદામાલ સાથે પકડાઇ જતા તથા દારૂ સપ્લાય કરનાર ઇસમને પકડવા ઉપર બાકી હોય આથી તપાસ ચલાવવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન કચ્છના રાપર તાલુકાનો નંદા ગામ આડેસરનો વતની બલભદ્રસિંહ ઉર્ફે બાલુભા જાડેજા ફરાર થઈ ગયો હોય જેની તપાસ કરવામાં આવી રહી છે. ત્રણે’ય આરોપીની સામે પ્રોહિ. મુજબ સિટી ‘સી’માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેની કાર્યવાહી એલસીબી પીઆઈ ચૌધરીની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.