જામનગરના યુવાને આર્થિક સંકડામણથી રાજકોટમાં પીધી ફીનાઇલ.
જામનગરના યુવાનને કરી આત્મહત્યાની કોશિષ કે નાટક.!
જામનગરમાં ફરી માથું ઉંચકતું ‘વ્યાજકંવાદ’
કોઇનો ભોગ લેવાશે ત્યારે જ પોલીસ જાગશે?
જામનગરના યુવાને રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ફીનાઇલ પી લેતા દાખલ કરાયો
ઇરફાન શેખ નામના શખસે કારખાનુ અને મકાનના કાગળો અને 4 લાખ પડાવી લીધા છતા રપ લાખ માગતા હોવાનો આક્ષેપ
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગરમાં વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળી કારખાનેદારે રાજકોટ શાસ્ત્રીમેદાનમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ જામનગર ખોડીયાર કોલોનીમાં રહેત કારખાનેદાર વિશાલ હેમતભાઇ કણસાગરા (ઉ.ર7) એ રાજકોટ શાસ્ત્રીમેદાનમાં ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિીટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં વિશાલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેણે આ પગલું ભર્યાનું ખુલ્યુ છે વિશાલે જામનગર એસ.પી.ને કરેલી અરજીમાં જણાવ્યું છે.
કે, પોતે બ્રાસપાર્ટસનું કારખાનું ધરાવે છે. ધંધામાં ખોટ જતા પોતે મિત્રતાના નાતે ઇરફાન અકીલ ગફુરભાઇ શેખ પાસેથી હાથ ઉછીના પૈસા પિધેલ જે રકમ પોતે પરત ન કરી શકતા પોતે પોતાનું કારખાનુ઼ વેંચીને પૈસા ચુકવવાનું નકકી કરેલ.
બાદ કારખાનાનું વેચાતા તેના આવેલા પૈસામાંથી ઇરફાન શેખને પૈસા આપી દીધેલ છતા વ્યાજના વધુ રપ લાખ માંગી ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રાજુભાઇ સોલંકીએ વિશાલનું નિવેદન નોંધી જામનગર પોલીસને જાણ કરવામાં આવી છે.