ગોંધી રાખી માર મારવા બાબતે LCBના ત્રણ કર્મચારી વિરૂધ્ધ ગુનો દાખલ.
જામનગરમાં એલસીબીના ત્રણ કર્મચારીએ ઉપાડી જઇ ગુનો કબૂલ કરવા મારકૂટ કરી ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા આ અંગે 2018માં જામનગરની કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે હાલ ગુજસીટોક ના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ નો આદેશ કર્યો છે.
શહેરના રણજીતસાગર રોડ પર આવેલ પ્રણામીનગર પાસે રહેતા મહાવીરસિંહ દેવાજી જાડેજા એ તારીખ 29 -8 -2018 ના રોજ પાંચ વાગ્યાના સુમારે એલસીબીના એ.એસ.આઈ વશરામભાઈ આહીર પોલીસ કોન્સ્ટેબલ કમલેશ રબારી અને મિતેશ પટેલ કારમાં બેસાડી એલ.સી.બી લઈ ગયા હતા.
જ્યા ધાક-ધમકી આપી તેના સાળા જયરાજસિંહ સોઢા એ કરેલી પોલીસ વિરુદ્ધ ની ફરિયાદ પાછી ખેંચવાનું કહી મારકૂટ કરી પટ્ટા વડે મારમારી ઇલેક્ટ્રિક શોક આપ્યા હતા.
તારીખ 31- 8-2018 ના રોજ જામીન પર મુક્ત કરીને ધમકી આપી હતી તેણે જી.જી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જામનગરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
તે ચાલી જતા લાંબા સમય બાદ કોર્ટે હાલ ગુજસીટોક ના ગુનામાં જેલમાં રહેલા પૂર્વ પોલીસ કર્મી વશરામ આહીર મિતેશ પટેલ અને કમલેશ રબારી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા સીટી – એ ડીવીઝન એ ગુનો નોંધી તપાસ શરૂ કરતાં જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહાવીરસિંહને એલ.સી.બીમાં લઇ ગયા બાદ ગાળો કાઢી મારકૂટ ચાલુ કરી હતી જે પછી બંને હાથ પાછળ હથકડી બાંધી જમીન પર સુવડાવી જાડા પટ્ટા વડે હાથના અંગૂઠા તથા ગુપ્ત ભાગે રિંગ પહેરાવી ઈલેક્ટ્રીક શોક આપ્યો હતો જેનાથી મહાવીરસિંહ અર્ધ બેભાન થઈ ગયા હતા જામીન ઉપર મુક્ત થયા બાદ જામનગરની જી.જી હોસપીટલ માં સારવાર લીધેલ સારવાર બાદ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટના આદેશથી CRPC-154 મુજબ એફઆરઆઇ દાખલ કરી દેવામાં આવી છે જેને જામનગર માં સારી એવી ચર્ચા જગાવી છે.