ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, 80% દંડની રકમ વસુલાઇ નથી!

0
181

ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં 341.47 કરોડથી વધુ રૂપિયાના ઈ-મેમો ફટકાર્યા, 80% દંડની રકમ વસુલાઇ નથી!

ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી ચાલી રહી છે.

ગઇકાલેે વિવિધ વિભાગના મંત્રીઓ દ્વારા પ્રશ્નોના જવાબ રજુ કરવામાં આવ્યા જેમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ કેટલા ઈ મેમા દ્વારા પૈસૈ વસુલવામાં આવ્યા, રાજ્યમાં અકસ્માતથી રોજ કેટલા લોકોના મોત થાય છે.

રોડ સેફ્ટી, ખનીજ માફિયાઓ પાસેથી કેટલો દંડ વસુલાયો, રોરો ફેરી ખર્ચ તથા લાંચીયા બાબુઓ પાસેથી કેટલી અપ્રમામસર મિલકત ઝડપી પાડવામાં આવી તેવા અનેક પ્રશ્ર્નો પર સરકારે પોતાના જવાબ રજુ કર્યા હતા.

રાજ્યમાં બે વર્ષમાં 72.60 લાખથી વધુ ઈ-મેમા ઈસ્યુ કરાયા. રાજ્યમાં બે વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 72 લાખ 60 હજાર 552 ઈ-મેમો ઈસ્યુ કરવામાં આવ્યા છે. તે પૈકી 270 કરોડ 80 લાખ 2 હજાર 258 રૂપિયા વસુલવામાં આવ્યા છે. જ્યારે 2 કરોડ 67 લાખ 5 હજાર 890 રૂપિયા વસુલવાના બાકી છે.

ઈ-મેમો ઈસ્યૂ કર્યા બાદ 80% દંડની રકમ વસુલવામાં આવી નથી. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 26 લાખ 72 હજાર 509 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા, જ્યારે બીજા નંબરે રાજકોટમાં 17 લાખ 83 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા જ્યારે ત્રીજા નંબરે વડોદરા શહેરમાં 13 લાખ 54 હજાર 39 ઇ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા.

કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારનો લેખિત જવાબ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગના 26.67 લાખ ઈ-મેમો ઈસ્યુ થયા છે.

2 વર્ષમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ મામલે રૂ.19.78 કરોડ દંડ જમા થયો. જો કે રૂ. 79.80 કરોડ નો દંડ વસુલવાનો હજુ પણ બાકી છે. આ મામલે નિયમિત રીવ્યુ કરવામાં આવતો હોવાનો સરકારે જવાબ આપ્યો છે. બાકી રકમ વસૂલવા સરકાર પગલાં ભરતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.