ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી : ઘરની ચાર દીવાલોમાં શું ખાશે કે પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં : અરજદાર

0
1112

ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી : ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં : અરજદાર

અમદાવાદ: દારૂબંધીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સુનાવણી ચાલી રહી છે.

અરજદારોની હાઈકોર્ટમાં રજૂઆત, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નહીં.

બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે, જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નહીં.

બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસી આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નહીં. ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નહીં. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણવાળી બેંચે પૂછ્યું, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોની રજૂઆત છે કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. એડવોકેટ જનરલે કહ્યું, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત છે કે,કોન્સ્ટીટ્યુટ એસેમ્બલીની ડિબેટ્સ માં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા.

બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો નિર્ણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જોગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કેસ સુપ્રીમ કોર્ટે કોઈ નિર્ણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર નિર્ણય લે, તેવી અરજદારોની રજુઆત કરી હતી.

દારૂની વ્યાખ્યા મુદ્દે કોર્ટે પૂછ્યા સવાલ, દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલુ હોય તો તેને ઇન્ટોક્સીકેન્ટીગ લીકર ગણાય એ પણ સરકારે કાયદામાં જાહેર નહીં કર્યું હોવાનું ચીફ જસ્ટિસનું અવલોકન છે.