સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી

0
83

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી

દાંડી માર્ચની વર્ષગાંઠની ઉજવણી અને ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેના ઉપલક્ષ્યમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં, 12 માર્ચ 2021 ના રોજ ‘આઝદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગેસૈનિક સ્કૂલ બાલાચડીએ ભારતીય સ્વતંત્રતા ચળવળ પર એક ઇન્ટરેક્ટિવ સેશનનંા આયોજન કર્યું હતું, જે સામાજિક વિજ્ઞાન વિભાગના અઘ્યક્ષ શ્રી રાઘેશ પીઆર દ્વારા સારી રીતે રજૂ કરાયું હતું.

પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સ્વતંત્રતા ચળવળ વિશે અને આઝાદી પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનતી વિવિધ ઘટનાઓ વિશે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે ક્રિએટિવ લેખન પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દસમા અને બારમાના કુલ 132 કેડેટ્સે પોસ્ટર બનાવીને, સંદેશાઓ દ્વારા શુભેચ્છા આપીને અને સૂત્રો લખીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેનું સંકલન અંગ્રેજી વિભાગના અધ્યાક્ષાશ્રીમતિ સુનિતા કાડેમનીએ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૈનિક સ્કૂલ બાલાચડીના વાઇસ પ્રિન્સિપલ લેફ્ટન્ટ કમાન્ડર મનુ અરોરાએ પોતાના સંબોધનમાંક્રાંતિકારીઓએ આઝાદી પ્રાપ્ત કરવા માટે આપેલા બલિદાનના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતા જાળવવાની નાગરિક તરીકેની તેમની ફરજ વિશે યાદ અપાવી હતી.