વિભાપરમાં સામાન્ય બાબતે બઘડાટી બોલી: સામ-સામી ફરીયાદ.
જામનગર: બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ અમરશીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-પ-ર૧ ના વિભાપર ગામ, આંબેડકર વાસમાં ફરીયાદીના ઘર ની સામે આરોપી મનીષભાઈ મુળજીભાઈ મકવાણા, રે. વિભાપર ગામ વાળા ને ઢોર બાંધવાનો વાડો આવેલ હોય અને ત્યા ગામના બીજા કોઈએ એઠવાડો નાખેલ હોય અને આ એઠવાડો ફરીયાદી હરીશભાઈ ના ઘરના સભ્યોએ નાખેલ હોય તેવો વહેમ આરોપી મનીષભાઈએ રાખી ફરીયાદી હરીશભાઈ તેમજ તેના પત્ની તેમજ તેના બન્ને દિકરાને ભુંડાબોલી ગાળો આપેલ છે ફરીયાદી હરીશભાઈ અને તેમની પત્નિને ઝાપટો મારી તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.
જામનગર બેડી મરીન પોલીસ મથકે વિભાપર ગામે રહેતા મનીષ મુળજીભાઈ મકવાણા ઉ.વ. 31 એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી હરીશ અમરશીભાઈ મકવાણાના ઘરની સામે ફરીયાદીનો ઢોર બાંધવાનો વાડો આવેલ હોય આરોપી કુસુમબેન હરીશભાઈ મકવાણા વાડાની સામે એઠવાડો નાખતા ફરીયાદી તેને એઠવાડ નાખવાની ના પાડવા ગયેલ અને કહેલ કે અહીં શા માટે એઠવાડ નાખો છો ગંદકી થાય છે તેમ કહેતા તા.૩૦ ના રોજ આરોપીઓ હરીશ અમરશીભાઈ મકવાણા તેમની પત્નિ કુસુમબેન, મીલન હરીશભાઈ મકવાણા, વિજય અમરશીભાઈ મકવાણાએ જેમફાવે તેમ ગાળો કાઢી ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કારને નુકશાન કરી ગુન્હો કરેલ છે.