લગ્નના નામે ઠગાઈ કરી મહાજનના દોઢ લાખ ખંખેરી લુટેરી દુલ્હન ફરાર.

0
175

લગ્નના નામે ઠગાઈ કરી મહાજનના દોઢ લાખ ખંખેરી લુટેરી દુલ્હન ફરાર.

નાગપુરની યુવતી અને કાના છીકારીના ર સહિત ૩ સામે પોલીસ ફરીયાદ

જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા માજન યુવાન પાસેથી દોઢ લાખની રકમ લઈને મૈત્રી કરાર કરી નાગપુરની યુવતીને ત્રણ દિવસ રાખ્યા બાદ મદદ કરનાર આરોપીઓ લઈ જઈ ને વિશ્વાસઘાત કર્યા નું બહાર આવ્યું છે.

જામનગર ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા રાત ચેમ્બર નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા પ્રિતેશ ધીરજલાલ શાહ નામના ૪૧ વર્ષીય મહાજન યુવાન ના લગ્ન માટે લાલપુર તાલુકા કાના છીકારી ગામમાં રહેતા કેટલાક સંબંધીઓ સાથે વાતચીત કરી હતી જેમાં કાના છીકારી ગામના વિજયભાઈ બારોટ એ પોતાના ધ્યાનમાં મહારાષ્ટ્ર નાગપુર ની યુવતી હોવાનું જણાવ્યું હતું લગ્નવાંછુક પ્રિતેશભાઇ રસ દાખવતા વિજયભાઇ તથા તેમના પત્ની કાજલ બારોટ નાગપુરના મમતા પુર રોડ પર વિદ્યાયક ભવન પાસે રહેતા પાયલબેન પ્રદીપભાઈ બંસોડ નો સંપર્ક કરાવ્યો હતો. પાયલબેન એ મહારાષ્ટ્રના ચંદ્રપુર ના સાવરકર નગર માં વસવાટ કરતા પ્રદીપભાઈ સાથે વાતચીત કરવાનું કહ્યું હતું.

ત્યાર પછી વિજયભાઈ અને તેના પત્ની કાજલ બારોટ લગ્ન માટે રૂ દોઢ લાખ આપવાના થશે એમ કહી પ્રિતેશ ભાઈનો નાગપુરની યુવતી પાયલ સાથે મેળાપ કરાવ્યો બાદમાં તારીખ 28 ફેબ્રુઆરીના રોજ પાયલ અને પ્રિતેશ ના મૈત્રી કરાર કરાવ્યા અને કોર્ટ મેરેજ કરાવી આપવાની ખાતરી આપી મૈત્રી કરાર બાદ પાયલ રણછોડ ત્રણ દિવસ પ્રિતેશભાઈ ના ઘરે રોકાઇ હતી પછી કાજલ અને વિજય પ્રિતેશભાઇ ના ઘરે આવી પાયલ ને પોતાની સાથે લઈ ગયા હતા જે યુવતી સાથે લગ્ન કર્યા હતા તેને લાવવાનો પ્રિતેશભાઈ એ ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે પ્રયત્ન નિષ્ફળ જતા લગ્નના નામે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી એકબીજાને મદદ કરી હતી

આ બનાવ અંગે હિતેશ સાહેબ સીટી-સી ડિવિઝનમાં મહારાષ્ટ્રના પાયલ પ્રદીપ બંસોડ, વિજય બારોટ, કાજલ બારોટ તથા તપાસમાં જે કોઈના નામ ખૂલે તે તમામ સામે IPC કલમ ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદના આધારે પીએસઆઇ આડેદરા દ્વારા તપાસ ચલાવી રહી છે.