રાત્રી કર્ફ્યુ અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલ

0
270

રાત્રી કર્ફ્યુ અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર:

ગુજરાત સહિત ભારતમાં કોરોનાનો કહેર વધતો જાય છે. ત્યારે દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રાજ્યમાં દિવાળી બાદ લાદવામાં આવેલા રાત્રિ કરફ્ર્યું બાદ કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં રાત્રી કર્ફ્યૂને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચોક્કસ સમયે નિર્ણય લેશે પરંતુ આ અંગે કેમેરા સામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાત્રી કર્ફ્યુ અંગે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કોરોના ટેસ્ટિંગ ડોમમાં જોવા કતાર મળી રહી છે. શહેરીજનો કોરોના ટેસ્ટ કરાવવા લાઈન લગાવી રહ્યા છે.

શહેરમાં ફરી એકવાર 1 દિવસમાં 150 કોરોનાના કેસો નોંધાતા ફરી શહેરીજનો તેમજ તંત્રની ચિંતા વધી છે. કોરોના ટેસ્ટિંગ ડોમમાં કોરોના ટેસ્ટ કરી તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે છે.