બે વાર અપહરણ કરાયેલ બે મહિનાના બાળકની 24 કલાક રક્ષા કરશે પોલીસ.

0
455

અડાલજની રસપ્રદ ઘટના: બે વાર અપહરણ કરાયેલ બે મહિનાના બાળકની 24 કલાક રક્ષા કરશે પોલીસ.

પોલીસ સુરક્ષા મેળવનાર આ બાળક ગુજરાતનો સૌથી નાની ઉંમરનો વ્યકિત.

અમદાવાદ : તેની સુરક્ષા માટે પોલીસ ચોવીસ કલાક તૈનાત રહેશે. બે મહિનામાં બે વાર અપહરણ થયેલ, તે ન તો રાજકારણ છે કે ન તો સેલિબ્રિટી. તે માત્ર બે મહિનાનું બાળક છે, જે ગાંધીનગરના અડાલજ વિસ્તારમાં રહે છે. 24સ7 પોલીસ સુરક્ષા મેળવનાર આ બાળક ગુજરાતનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હોઈ શકે છે.

બાળક, કે જેનો પરિવાર અડાલજ ત્રિમંદિર પાસેના સ્લમ વિસ્તારમાં રહે છે તેનું પહેલીવાર અપહરણ ત્યારે થયું હતું જયારે તે માત્ર બે દિવસનો હતો. તેને અપહરણકર્તાની જાળમાંથી છોડાવવામાં આવ્યો હતો, 5મી જૂને અન્ય અપહરણકર્તાની જોડીએ ફરીથી તેને તેના માતા-પિતા પાસેથી છીનવી લીધો હતો.

જેમણે અપહરણ કર્યું હતું તે બંને અપહરણકર્તામાં એક વાત સામાન્ય એ હતી કે તેઓ નિ:સંતાન દંપતી હતા અને બાળકને લઈને પરિવાર પૂર્ણ કરવા માગતા હતા.

બે-બે વખત અપહરણ થતાં, પોલીસે સ્લમ વિસ્તાર નજીક એક સ્પેશિયલ પોઈન્ટ બનાવવાનું તેમજ એક ટીમને તૈનાત રાખવાનું નક્કી કર્યું છે.

આ સિવાય, પોલીસ અધિકારીઓ બાળકના માતા-પિતાને કે જેઓ કચરો એકત્રિત કરીને ગુજરાત ચલાવે છે તેમને કાયમી ઘર આપીને બાળકને અપહરણકર્તાથી સુરક્ષિત રાખવાનું વિચારી રહ્યા છે.

ગાંધીનગરની લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર એચ.પી. જાડેજાએ કહ્યું હતું કે, ‘અમે છોકરાના માતા-પિતા માટે સારી નોકરી અને ઘર શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી તેઓ સુરક્ષિત રહે’.