જામ્યુકોના ટેકનિકલ યુનિયનની માંગણી ”ન” સંતોષાતા : 30 મીથી ઉગ્ર આંદોલન.

0
192

માંગણીઓ નહીં સંતોષાતા જામ્યુકો ટેકનિકલ યુનિયનનું 30મીથી ઉગ્ર આંદોલન.

જામનગર: રિવાઇઝ સેટઅપ સહિતના પ્રશ્નો ન ઉકેલાતા અને રજૂઆતોનો ઉલાળિયો કરવામાં આવતા જામ્યુકો ટેકનિકલ યુનિયને 30 મે થી ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. 

10 વર્ષથી ફરજ બજાવતા કર્મીઓને કાયમી ન કરી અન્યાયનો આક્ષેપ કરાયો છે.

જામનગર મહાનગરપાલિકા ટેકનિકલ કર્મચારી યુનિયને રિવાઇઝ સેટઅપ સહિતના પ્રશ્નો ઉકેલવા ગત તા.6 એપ્રિલના કમિશ્નરને રજૂઆત કરી હતી.

જેમાં કોરોના મહામારીમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ દોઢ વર્ષથી ફરજ બજાવતા હોવા છતાં બઢતી આપવામાં આવી નથી.

7 થી 10 વર્ષથી ફરજ બજાવતા 12 એસએસઆઇને કાયમી કરાયા નથી.

મહાપાલિકામાં 8 થી 10 વર્ષ કરતા કર્મીઓ કે જેઓને બીજી જગ્યાએ નોકરી મેળવવાની તક જતી રહેતી હોય બે વખત સ્ટેન્ડીંગ કમીટીમાં સુઓમોટો ઠરાવ કરાયો હોવા છતાં યેનકેન પ્રકારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી.

મહાપાલિકામાં રિવાઇઝડ સેટઅપ મુજબ કાર્યપાલક ઇજનેરની 4 જગ્યા ખાલી છે.

પરંતુ આ જગ્યા પર મનપામાં ફરજ બજાવતા અનુભવી કર્મચારીઓને બઢતી આપવાને બદલે બહારથી ભરવાની હિલચાલ ચાલી રહી છે.

આ તમામ પ્રશ્નોની રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા 30 મે થી આંદોલનની ચિમકી યુનિયને ઉચ્ચારી છે.