જામનગરમાં મહા શિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન. પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરાશે.

0
208

જામનગરમાં મહા શિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન.

પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરાશે.

દેેેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર.
હિન્દુ ઉત્સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટના ઉપક્રમે બપોરે 3-30 વાગ્યે સિઘ્ધનાથ મંદિરથી શોભાયાત્રા નીકળી રાત્રે 12-30 વાગ્યે ભીડભંજન મહાદેવ મંદિરે પુર્ણ થશે : સવારે 10 થી 12 દરમ્યાન રજત મઢીત શિવજીના આસુતોષ સ્વપનું તેમજ પાલખીનું પુજન

રાત્રે મહાઆરતી

જામનગરમાં ગુવાર તા. 11ના રોજ મહા શિવરાત્રીના પવિત્ર દિવસે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, પ્રતી વર્ષની માફક આ વર્ષે પણ આ શોભાયાત્રા બપોરે 3-30 વાગ્યે સિઘ્ધનાથ મંદિરેથી નીકળી શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરશે અને રાત્રે 12-30 વાગ્યે ભીડભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થશે, સવારે પુજન અને સાંજે મહાઆરતીના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

હિન્દુ ઉત્સવ સમિતીના સ્વામી ચત્રભુજદાસજી મહારાજ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના રાજેશ ડી. વ્યાસ (મહાદેવ)ના નેજા હેઠળ દેવાધીદેવ ભગવાન શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રીના દિવસે સવારે 10 થી 12 દરમ્યાન રજત મઢીત શિવજીના આસુતોષ સ્વપનું ષોડસો પ્રચારે પૂજન, રજમત મઢીત પાલખીનું પુજન અને આરતી કરવામાં આવશે ત્યારબાદ મહાદેવની પાલખી સાથે સતત 39માં વર્ષે આ શિવ શોભાયાત્રા સિઘ્ધનાથ મંદિરથી નીકળશે, આ પાલખી પુજનમાં 11 દંપતીઓ પૂજન કરશે.

પાલખીમાં શુઘ્ધ સુવર્ણના શેષનાગ, ત્રિપુંડ ત્રિશુલ, ડમ, છતર તથા યજ્ઞોપવીત (જનોઇ)ના આભુષણો અંગીકાર કરવામાં આવશે. સિઘ્ધનાથ મંદિરેથી બપોરે 3-30 વાગ્યે આ શોભાયાત્રા રંગેચંગે નીકળશે જેમાં પિતાંબર પહેરીને જોડાશે, આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, ત્યારબાદ બેડી ગેઇટ, રણજીતરોડ, દિપક ટોકીઝ, ચાંદીબજાર, સેતાવાડ, હવાઇચોક, પંચેશ્ર્વર ટાવર થઇને ભીડભંજન મંદિરે પહોચશે ત્યાં રાત્ર મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો છે.

કોરોનાની ગાઇડલાઇનને અનુલક્ષીને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શોભાયાત્રાને સફળ બનાવવા કાર્યકરો જહેમત ઉઠાવી રયા છે, તાજેતરમાં મળેલી મિટીંગમાં શહેરમાં શિવ શોભાયાત્રા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.