જામનગરમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર બે સામે ફરિયાદ.

0
1261

જામનગરમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર બે સામે ફરિયાદ.

જામનગર: જામનગ શહેરના સીમાડે આવેલ હાપા ગામ પ્રધાનમંત્રી આવાસ યોજના, બ્લોક બી-202 ખાતે રહેતાં હરિશ બીપિનચંદ્ર બુદ્ધભટ્ટી (ઉ.વ.51-ધંધો: પ્રેસ) અને તેની સાથેની એક મહિલા આ બન્ને હાલમાં કોરોનાની મહામારીના કારણે રાત્રિ કર્ફયુ, જાહેરનામું અમલમાં હોય તેમ છતાં બન્ને કોઈપણ કારણ વગર બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરતાં મળી આવ્યા હતાં.

શહેરના ગુરુદ્વારા સર્કલ પાસે પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી. હરિશભાઈની પૂછપરછ કરતાં આડા-અવળા જવાબો આપી ‘દિવ્ય દ્રષ્ટિ’ પ્રેસમાં રિપોર્ટર તરીકે કામ કં છું તેમ કહી પોતાનું કાર્ડ બતાવી, કાયદાની જાણ છે, તમે શું કરો છો…? તેમ બોલીને પોતાનું બાઈક ચલાવવા જતાં ફરજ પરના ટ્રાફિક બ્રિગેડના યશ જયંતિભાઈ નડિયાપરાએ વચ્ચે હાથ આડો રાખતાં તેમના હાથને પકડી અને ઉભો રાખી તમારા પટ્ટા ઊતરાવતા વાર નહીં લાગે તેમ બોલીને પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી.

આ અંગે સિટી ‘બી’ ડિવિઝનના એએસઆઈ હંસરાજભાઈ વૈષ્ણવ દ્વારા સિટી ‘બી’માં હરિશ બુદ્ધભટ્ટી અને તેમની સાથે રહેલી મહિલાની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.