જામનગરમાં અપમૃત્યુના બે બનાવથી અરેરાટી.
મંગલબાગમાં પાંચમા માળેથી નીચે પટકાતા વૃદ્ધનું મોત.
પુનિતનગરમાં અગમ્યકારણોસર યુવાનની આત્મહત્યા.
જામનગર : જામનગરના મંગલબાગ, શેરી નં.4 ના છેડે, શ્રીજી ઍપાર્ટમેન્ટ ખાતે રહેતાં સુરેશભાઈ વિઠ્ઠલભાઈ દત્તાણી (ઉ.વ.68 )ને છેલ્લા 10 વર્ષથી બીપી-ડાયાબિટીસ ની બિમારી હોય અને બે વર્ષથી ફેફસામાં પાણી ભરાતું હતું જેની સારવાર ચાલુ હતી. દરમિયાન કોઈ કારણસર પાંચમા માળે અગાશી પરથી નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવની જાણ વાલકેશ્ર્વરી, મંગલબાગ ખાતે રહેતાં ક્ધસલ્ટન્ટ ઍન્જિનિયર ચિરાગ સુરેશભાઈ દત્તાણી દ્વારા સિટી ‘બી’ પોલીસમાં કરવામાં આવતાં તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં જામનગરના પુનિતનગર, શેરી નં.2માં રહેતાં યુવરાજસિંહ ભિખુભા જાડેજા (ઉ.વ.18) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં સારવારમાં લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાંનું જણાવ્યું હતું.
આ બનાવની જાણ પુનિતનગરમાં રહેતાં કૃષ્ણસિંહ બચુભા જાડેજાએ સિટી ‘બી’માં કરતાં પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ આગળ ધપાવી છે.