જામનગરના વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સરકારને રજૂઆત કરાશે.

0
586

જામનગરના વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સરકારને રજૂઆત કરાશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : તારીખ 14 જૂન સોમવારે જામનગર લોહાણા મહાજન વાડી ખાતે જામનગરના વિવિધ જ્ઞાતિ/સમાજ ના મુખ્ય હોદ્દેદારોની એક અગત્યની મીટીંગ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલના કો-ઓર્ડિનેશનથી મળેલ. આ મિટિંગમાં સાંપ્રત કોરોના સમયમાં જ્ઞાતિ / સમાજની વાડીઓ, છાત્રાલયો વગેરે જગ્યાઓમાં છેલ્લા બે વર્ષથી કોઈ પ્રસંગો સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ ન થઈ શકતા હોય અથવા ખુબ જ મર્યાદિત લોકો માટે સાદાઈથી થતા હોય, દરેક જ્ઞાતિ / સમાજને કોઈ જાતની આવક થતી નથી જ્યારે બિલ્ડિંગ મેન્ટેનસ, કર્મચારીઓના પગારો, વીજ બિલ, પ્રોપર્ટી ટેક્ષ જેવા અનેક ખર્ચ વાડીના નિભાવ માટે કરવા પડતાં હોય છે, ત્યારે દરેક જ્ઞાતિ સમાજના હોદ્દેદારોએ સરકારશ્રીને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.

ઉપરાંત આ મિટિંગમાં બધા જ સમાજ/જ્ઞાતિઑ માટે ખુબ ઉપયોગી થાય તેવી એક સરસ એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું જેને દરેક જ્ઞાતિના હોદ્દેદારોએ બિરદાવેલ અને આવી એપ્લિકેશન દરેક જ્ઞાતિ માટે ઉપલબ્ધ થાય તે માટે વિશેષ રસ દાખવેલ.

આ પ્રસંગે દરેક જ્ઞાતિના પ્રમુખ / અગ્રણી હોદ્દેદારો એ જામનગરના સમસ્ત જ્ઞાતિઓનું એક સંગઠન સર્વ જ્ઞાતિ સંગઠ્ઠન- જામનગર નામે બનાવી થોડા થોડા સમાયાંતરે મિટિંગ કરી બધા સમાજો સાથે મળી સામાજીકહિતના અને લોકોપયોગી દરેક કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધતા દર્શાવેલ. જેના ફળ સ્વરૂપ આજે બધા સમાજ / જ્ઞાતિઑ એકજુથ થઈ અને સરકારશ્રીને આવી રાહત બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે ગુજરાતનાં મખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને એક કોમન પત્ર લખેલ છે.