જામનગરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લીગલ નોટીસ.

0
2809

જામનગરના લેન્ડ ગ્રેબિંગ કેસમાં મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લીગલ નોટીસ.

જગ્યા દબાણ અંગે વિધિવત રીતે અરજી કરવા છતાં જીલ્લા કલેકટરે અરજદારને કહ્યું ‘લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો નથી બનતો’

ફરજમાં બેદરકારી અને અધિકારીઓ દ્વારા કાયદાનો અમલ ન કરવા લીગલ નોટીસ

જામનગર:
ગત તા. 25-05-2021 કાલાવડ ના નાકા બહાર મદ્રેસા તાહેરીયા સ્કુલ સામે હાજી આમદ મેતર ના વારસદારો એ ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી પી.જી.વી.સી.એલ. માંથી વીજ વપરાશ અંગે કનેક્શન મેળવેલ તેમજ લગત ખાતા માંથી આહાર ગૃહ નું લાયસન્સ મેળવી, રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર માલિકી ની જગ્યા માં તો દબાણ કરેલ, પરંતુ આ ઈસમો દ્વારા રોડ ઉપર પણ કાચું બાંધકામ કરી પતરા થી ઢાંકી દીધેલ છે અને ચાનો થડો બનાવી દીધેલ છે. તેમની નીચે બોર (ડંકી) પણ બનાવી દીધેલ છે.

આ અંગે રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર દ્વારા કમિશ્નર શ્રી જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનને તેમજ જામનગર જીલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવા નિયત નમુનામાં અરજી કરેલ અને લેન્ડ ગ્રેબિંગ ની ફી પેટે રૂ. 2,000/- પણ ચૂકવી આપેલા.

તેમ છતાં કલેકટર શ્રી દ્વારા આંખ આડા કાન રાખી લેન્ડ ગ્રેબિંગ નો ગુન્હો બનતો નથી તેમ અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમારને સ્પષ્ટપણે જણાવી દીધેલ હતું.

આ અંગે ભારતના વડાપ્રધાન ને અરજદારે લેખિત માં ફરિયાદ કરેલ હતી. પરંતુ આ પત્ર અંગે એસ.પી. કચેરી માંથી અરજી સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન માં તપાસ અર્થે મોકલેલ હતી.
આ અંગે અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર એ પોતાનું નિવેદન સોગંદનામા ઉપર નોટરાઈઝડ કરાવી સીટી ‘એ’ ડીવીઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. સમક્ષ રજુ કરેલ હતું. પરંતુ આ અંગે દબાણ કર્તાઓ વિરુદ્ધ કોઈ જ નકર કાર્યવાહી ન થતા અરજદાર એ આ અંગે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નં. 1 કચેરી જામનગર માંથી આર.ટી.આઈ. હેઠળ માહિતી માંગેલ હતી.

આ માહિતી મળતા અરજદાર ને ધ્યાને આવેલ કે માહિતી અધિકારી શ્રી કે.એન. ગઢિયા સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ નં. 1 કચેરી જામનગર એ તા. 15-04-2021 ના રોજ પ્રાંત અધિકારી સાહેબ જામનગર(શહેર) ને મોકલેલ અહેવાલમાં સ્પષ્ટ લખેલ હકીકત જોતા રોડ સીદીક હાજી મેતર અને કાદર હાજી મેતર દ્વારા રોડ ઉપર ઓટલો બનાવેલ તે ઓટલા પર ચણતર દ્વારા ચા બનાવવાનો થડો બનાવેલ છે. રોડની જગ્યામાં છાપરા નાખેલ છે.

રોડ ઉપર પાણીનો બોર કરેલ છે. જે હાલ ઓટલા નીચે દબાવી દીધેલ છે. અને હોટલ માટે તે પાણીનો વપરાશ થાય છે. તે હકીકત ખરી છે.

તેમજ મહાનગર પાલિકા દ્વારા રોડ કપાત કરવામાં આવેલ છે. તે જોતા હાજી આદમ ભાડુઆત તરીકેની કુલ 30.00 ચો.ફૂ. છે અને તે કુલ 30.00 ચો.મી. કપાત થયેલ છે. સીદીક હાજી મેતરે કેટલી જગ્યા ભાડે રાખેલ છે. તેના કોઈ પુરાવા રજુ થયેલ નથી. આમ પરંતુ સદરહુ જગ્યા બાબતે નામદાર કોર્ટમાં સદરહુ જગ્યા બાબતે મેં. સાતમાં એડીશનલ સીનીયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં ચાલતા રે.દી. મુ. નાં. 916/2006 તા. 12-09-2006 ચાલુ છે. તેના આખરી હુકમના આધીન સીદીક હાજી મેતર અને કાદર હાજી મેતર દ્વારા રોડ ઉપર ઓટલો બનાવેલ તે ઓટલા પર ચણતર દ્વારા ચા બનાવવાનો થડો બનાવેલ છે. રોડની જગ્યામાં છાપરા નાખેલ છે. રોડ ઉપર પાણીનો બોર છે.

જે હાલ ઓટલા નીચે દબાવી દીધેલ છે અને હોટલ માટે તે પાણીનો વપરાશ થાય છે. તે જગ્યા પુરતો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ- 2020 હેઠળ આગળની કાર્યવાહી થવા અત્રેનો અભિપ્રાય થાય છે.

જેની જાણ થવા વિનંતી છે. આવી માહિતી આર.ટી.આઈ.હેઠળ અરજદાર રાજેન્દ્રકુમાર માવજીભાઈ પરમાર દ્વારા મુખ્ય મંત્રી શ્રી, અગ્ર સચિવ શ્રી ગાંધીનગર, કલેકટર શ્રી જામનગર, કમિશ્નર શ્રી જામનગર, ડી.એસ.પી. શ્રી જામનગર, અધિક્ષક ઈજનેર પી.જી.વી.સી.એલ. અને સીટી સર્વે ઓફિસર શ્રી જામનગર ને તેમના વકીલ શ્રી રેખાબેન કે. રાઠોડ દ્વારા ફરજ માં બેદરકારી અને અધિકારીઓ દ્વારા કાયદા નો અમલ ન કરવા લીગલ નોટીસ આપવામાં આવેલ છે.