જામનગરના રણજીત રોડ પર ફૂટપાથ અને પાર્કિંગ નકશામાંથી ગુમ.!

0
641

જામનગરના રણજીત રોડ પર ફૂટપાથ અને પાર્કિંગ નકશામાંથી ગુમ.

જામનગર શહેરના રણજીત રોડ પરની ટ્રાફિક સમસ્યા અને બકાલા રેકડીના ત્રાસ થી શહેર દરેક નાગરિક  પરિચિત છે હવે આ વાત કંઈ નવી રહી નથી.

છેલ્લા ઘણા સમયથી જામનગરના રણજીત રોડ પરની માં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે છાશવારે ચક્કાજામ અને ટ્રાફિક સર્જાયા એવા દ્રશ્યો જોવા મળે છે છતાં કોઇ કાયમી ઉકેલ નહી

પહેલે બકાલા માર્કેટ દરબાર ગઢ સુધી જ મર્યાદિત હતી પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષના સમયગાળામાં આ બકાલા માર્કેટ દરબારગઢ થી માંડી અને પંજાબ બેંક સુધી ખડકાઈ ગઈ છે.

આ રોડ ઉપર સરકારી તેમજ સહકારી ૭ થી ૮  બેંકો આવેલી છે તેવામાં બેંકમાં ક્લિયરિંગ માટે આવતા સરકારી તેમજ પ્રાઇવેટ વાહનો બેંક માં આવતા ગ્રાહકો, નાગરીકો, સિનિયર સિટીઝનો પોતાના વાહનો પાર્ક કરવા જાય તો જાય ક્યાં કારણકે પાર્કિંગની જગ્યા બકાલા માર્કેટમાં ફેરવાઈ ગઈ છે  અને ફૂટપાથ પર વેપારીઓનો કબ્જા કરી લીધા છે.

રાજા શાહી સમયમાં ગ્રાહકને ઊભા રહેવા માટેના ઓટલા હતા તેને દુકાનદારોએ આગળ ખેચી શટર મારી કવર કરી લીધા એટલે ઓટલા ઉપર ઊભા રહેવાવારો નાગરિક સીધો ફૂટપાથ જતો રહે આટલાથી સંતોષ ન થતા દુકાનદાર દ્વારા પોતાની દુકાન માલસામાન ફૂટ પર ગોઠવી ફૂટપાથ પર કબ્જા કરી લીધા છે.

1. સાયકલ સ્ટોર વારાએ વેચાણની ૧૦૦ સાયકલ જાહેર પાર્કિંગમાં ગોઠવી ધંધો શરૂ કરી દીધો છે અને ફૂટપાથ ઉપર સાયકલ રીપેરીંગ કરે છે.

2. ટીવી ફ્રીઝ ની દુકાન ધારક પોતાનો દુકાનનો માલ ફૂટપાથ ઉપર રાખી માલ નું પ્રદર્શન કરે છે.

3. ચાની હોટલ વાળો ફૂટપાથ ઉપર કાઉન્ટર રાખી કપ- રકાબી વિછરવાનો ઓટલો કરી નાખેલ છે સાથો સાથે ગંદકી ફેલાવે છે.

4. ઠંડા પીણા કોલ્ડ્રિંક્સ ધારકે ફૂટ પર શેરડી રસના ચિચોડા નાખી મસમોટું દબાણ કરી ન્યુસન્સ ફેલાવે છે.

5.બાકી રહેતા દુકાનદાર પોતાની દુકાનના ગ્રાહક દુકાનમાં સહેલાઈથી આવી શકે માટે લોખંડની ગ્રીલ નાખી પોતાની જીરીયાત મુજબનું દબાણ ઉભું કરે છે.

તંત્રની આડોળાઈને કારણે આનો ભોગ માત્ર  રાહદારી અને વાહન માલિક બને છે કારણકે પાર્કિંગ અને ફૂટપાથ પર કબજા અને દબાણ થવાના કારણે વાહન માલિકોને નાછૂટકે પોતાના વાહન રોડ ઉપર પાર્ક કરવાની ફરજ પડે છે અને પાછા આવીને જુએ ત્યારે તો વાહન ટોઇંગ કરી લેવામાં  અને દંડ વસૂલાત કરવામાં આવે છે એટલે નિર્ભય તંત્રના પાપે નાગરીકોને બેવડો માર.

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આળસ ખંખેરશે કે પછી આંખ આડા કાન કરી મુકપ્રેક્ષક બનીને તમાશો જોયા કરશે.