જામનગરના બોકસાઈટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી.

0
571

જામનગરના બોકસાઈટના વેપારી સાથે રૂા.1.35 કરોડની છેતરપીંડી.

જામનગર: જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા બોકસાઈટ (ખનીજ)ના ધંધાર્થી મનોજકુમાર ધનવંતરાય શાહને ગત તા. 17/3/ 2021ના રોજ ઇરાદે ટ્રેસી મુરફી રહે,67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-1-5 જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ ખાતે રહેતા ટ્રેસી મુરફી નામના મહિલા અથવા પુરુષ સખ્સે +447404890050 નંબર પરથી વોટ્સએપ પર બીઝનેસ કરવા માટે મેસેજ કરી વિશ્ર્વાસમા લઇ સાઇકલોવિક એચ.-50 નામના કેમીકલની લે-વેચ કરવા બાબતે સમજ આપી, આ વેપારમાં મોટો નફો મળશે, તેમ સમજાવ્યું હતું. અને આ મટીરીયલ્સ એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ નાસીકમા મળશે તેમ જણાવી કોન્ટેકટ પર્સન વિના શર્મા ના નંબર આપ્યા હતા.

વિદેશી વ્યક્તિએ ધંધાની ટીપ આપતા જ બોકસાઇડ ધંધાર્થીએ મુંબઈની યુવતી વિના સાથે વાતચીત કરી સેમ્પલ પેટે સાઇકલોવિક એચ.- 50 મટીરીયલ્સ મોકલી આપવાનુ જણાવ્યુ હતું, બીજી તરફ યુકેના ટ્રેસી મુરફીએ પણ જામનગરના વેપારીનો ડેવીડ હીલેરી નામના ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીના ડાયરેકટ-સીઈઓ સાથે સંપર્ક કરાવ્યો હતો. આ પરિચય બાદ તેઓએ પોતાના પ્રતિનિધી સોફીયા કેનેડીને તા.31/03/2021ના રોજ જામનગર ખાતે મોકલી, મુંબઈથી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમાથી આવેલ મટીરીયલ્સનુ સેમ્પલ લેવડાવ્યુ હતું.

ત્યારબાદ લેવામાં આવેલ આ સેમ્પલ યોગ્ય હોવાનુ જણાવી ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપનીએ જામનગરના વેપારી સાથે ખોટો પરચેઝ ઓર્ડર તૈયાર કરી મેઇલ દ્રારા મોકલી આપી 100 લીટર મટીરીયલ્સ ખરીદવાની ઈચ્છા જાહેર કરી હતી.
જેને લઈને જામનગરના વેપારીએ મુંબઈની એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝમા ઉપરોકત ઓર્ડર નોંધાવી, ઓર્ડર સાથે જ 50 ટકા એડવાન્સ પેમેન્ટ કરી આપ્યું હતું. જે પેમેન્ટ એમ.એચ.એન્ટરપ્રાઇઝ રહે,સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-91877797737 તથા વાયરલેસ એન્ટરપ્રાઇઝ રહે,કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ મીડીયાવાલા રહે,ફલેટ નં- 101 ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-118 ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર (રાજસ્થાન) તથા શીવા એન્ટરપ્રાઇઝ રહે,18/26 રતીયા માર્ગ જાગ્રુતી પબ્લીક સ્કુલની બાજુમા સંગમ વિહાર સાઉથ દિલ્લી મો-+918376010244 તથા મુંગેશ યાદવ રહે,રૂમ નં-106 ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ તથા કુણાલ વર્મા રહે,વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ તથા અઝહર કરીમ રહે,468/એ/404 કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ તથા નવીનશંકર શર્મા વાળાઓના અલગ-અલગ બેન્કોના ખાતા નંબર આપી તેમા જમા કરાવવાનુ કહેવામાં આવ્યું હતું.

જેને લઈને વેપારીએ ઉપરોક્ત વ્યક્તિઓ-પેઢીઓના ખાતામાં સમયાંતરે રૂપિયા 1,33,25000 જમા કરાવી દીધા હતા. પેમેન્ટ જમા થઇ ગયું છે એમ મુંબઈની પેઢી એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝના વિના શર્માએ જણાવી ટ્રાન્સપોટેશનના ચાર્જ પેટે જનક એ. પટેલના ખાતામા રૂ- 100000 જમા કરાવવાનુ કહેતા એ પણ રકમ વેપારીએ જમા કરાવી દીધી હતી. ત્યારબાદ કથિત પાર્ટીએ માલ રવાના કર્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ માલ કરંજલિ ચેકપોસ્ટ પર પકડાઈ ગયો છે એમ કમ્બલે યાદવ મો-917208452028 વાળાએ ફોન કરી વેપારીને જણાવી માલ છોડાવવા માટે દસ લાખ મોકલી આપવા કહ્યું હતું. જેને લઈને વેપારીએ દોઢ લાખની રકમ જમા કરાવી હતી.

એક પછી એક વખત રૂપિયા માંગતા જામનગરના વેપારીને શંકા ગઈ હતી. જેને લઈને તપાસ કરાવતા આ સમગ્ર રેકેટમાં પોતે ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને વેપારીએ સીટી બી ડીવીજન પોલીસનો સંપર્ક કરી યુકે, મુંબઈના સખ્સોએ રૂપિયા તેની સાથે રૂપિયા 1,35,75000ની છેતરપીંડી આચરી હોવાનું ભાન થયું હતું.

જામનગરના વેપારીએ આ તમામ સખ્સો-પેઢીઓ સામે પૂર્વયોજીત કાવતરૂ કરી, ચોક્કસ ટાર્ગેટ કરી પોતાના મોબાઇલ નંબર કોઇપણ રીતે મેળવી, માત્રને માત્ર મોટી રકમ પચાવી પાડી તેમજ સમજુતી મુજબનો માલ ન આપી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા સીટી બી ડીવીજન પીઆઈ ભોયે સહિતના સટફે તપાસ હાથ ધરી છે.