જામનગરના તળાવમાં આપઘાત કરવા જતી યુવતિનો જીવ બચાવતી ‘181’ની ટીમ : આંખે પાટા બાંધી પ્રેમ કરતી યુવતિઓ ચેતે.

0
791

જામનગરના તળાવમાં આપઘાત કરવા જતી યુવતિનો જીવ બચાવતી ‘181’ની ટીમ.

આંખે પાટા બાંધી પ્રેમ કરતી યુવતિઓ માટે ઉદાહરણ રૂપ કિસ્સો.

જામનગર: જામનગર શહેરમાં 181 મહિલા હેલ્પ લાઈન દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં શહેરની એક યુવતિ આત્મહત્યા કરવા જતી હતી ત્યારે આ યુવતિને બચાવી લેવામાં આવી હતી.

આમ 181 ટીમે વધુ એક સરાહનીય કામગીરી કરતા લોકોએ આ કામગીરીને બિરદાવી હતી.શહેર અને જિલ્લામાં 181 હેલ્પ લાઇન દ્વારા ઘરેથી વિખુટા પડી ગયેલા વૃદ્ઘાઓ, મહિલાઓને પડતી હાલાકી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં એક યુવતી કે જે મૂળ મુંબઈની છે અને તેને વર્ષ 2019થી કેરેલાના એક યુવાન સાથે લગ્ન કર્યા અને શહેરમાં તેઓ 2 વર્ષથી રિલેશનશિપમાં રહે છે.

ત્યારે બુધવારના સવારે આ યુવતિ શહેરના લાખોટા તળાવ પાસે જઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા મહિલાઓની સંકટ સમયની સહેલી મનાતી મહિલા અભયમ ટીમના પૂર્વી પોપટ અને કોન્સ્ટેબલ ગીતાબેન ધારવૈયા તથા પાઇલોટ મહાવીર સિહ વાઢેર દોડી ગયા હતા અને કાઉન્સિલીંગ કરી યુવતિનું જીવન બચાવ્યું હતું.

આ યુવતિનું કાઉન્સેલિંગ કરતા યુવતી જેની સાથે રિલેશનશિપમાં રહે છે તે યુવક દારૂ તેમજ ગાંજાનુ વ્યસન ધરાવે છે અને તેનો નશો કરી યુવતીને માર મારી દુ:ખ-ત્રાસ આપતો હોવાથી ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યા હોવાનું યુવતિએ 181 ટીમને જણાવ્યું હતું.

આમ આ યુવતિને 181 ટીમે ઘરે મુકી આવું પગલું ન ભરવા સમજાવી હતી.