જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ જામનગર મહાનગરપાલિકાના તંત્ર સામે લાલધૂમ.

0
634

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ જામનગર મહાનગરપાલિકાના તંત્ર સામે લાલધૂમ.

કોરોનાને પહોંચી વળવા મહાપાલિકા સદ્દતંર નિષ્ફળ: દીગુભા જાડેજા.

તાત્કાલિક વ્યવસ્થા અને સુવિધાઓમાં સુધારો નહીં થાય તો ઉપવાસ અને આંદોલનની ચેતવણી

જામનગર : જામનગરમાં હાલની કોરોના મહામારીને પહોંચી વળવા મહાપાલિકાનું તંત્ર સદ્દંતર નિષ્ફળ ગયું હોય નગરજનોની જાન અને સ્વાસ્થ્યની જરા પણ પડી ન હોય તેવા આક્ષેપ સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે ઉપવાસ અને આંદોલનની ચેતવણી તંત્રને આપી છે.

જામનગર મનપાના કમિશનરને લખેલા પત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર શહેરની આ કોરોના મહામારીમાં દીનીય અને કફોડી પરિસ્થિતિ છે.

જામનગરમાં દરેક આરોગ્ય કેન્દ્રમાં રેપી ટેસ્ટ પુરતા પ્રમાણમાં નથી તેમજ 18 વર્સથી 45 વર્ષ સુધીના નાગરિકને વેકસીન આપવાની જાહેરાત થાય છે. પરંતુ કોઈ પણ જાતનું આયોજન નથી, હજુ 45 વર્ષથી ઉપરની ઉમરના લોકોને બીજો ડોઝ માટે પણ ધકકા થાય છે.

18 વર્ષથી ઉપરની ઉમરના યુવાનો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે હવાતિયા મારતા હોય છે. કોરોના ટેસ્ટ કરાવા જાય તો નાગરિકને લાઈનમાં ઉભું રહેવું પડે છે ટેસ્ટ કરાવવા જાય અને ઘરે કોરોના લઈને આવે તેવી સ્થિતિ છે, સરકાર ફકત મોટી મોટી વાતો કરે છે, પરંતુ પુરતા પ્રમાણમાં વેકસીન નથી કે રેપીડ ટેસ્ટ કીટ પણ નથી, ત્યારે નગરજનોના સ્વાસ્થની જરા પણ પડી નથી તેવું લાગે છે, જામનગર મહાનગપાલિકા તેમજ આરોગ્ય શાખા સદ્દંતર નિષ્ફળ ગઈ છે.

આ રેપીડ ટેસ્ટ કીટ તેમજ કોરોના વેકસીન પુરતા પ્રમાણમાં જામનગર શહેરમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે નહીંતર ટુંક સમયમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલ તેમજ ઉપવાસ કરવામાં આવશે તેવી ચેતવણી પત્રના અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખે આપી છે.