જામનગર જીલ્લામાં યમરાજાનો આંટો : અપમૃત્યુના ચાર બનાવ.

0
462

જામનગર જીલ્લામાં યમરાજાનો આંટો: અપમૃત્યુના ચાર બનાવ.

જામનગરમાં દેણું વધી જતા વેપારીની આત્મહત્યા
જામનગરના સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર 5 ખાતે રહેતા વેપારી સુરેશભાઈ કાન્તિલાલ ભાઈ લશ્કરી ઉંમર વર્ષ 50 એ ગત તારીખ 8 ના રોજ તિરૂપતિ પાર્ક ખાતે આવેલી એસએ ટેકસો નામની દુકાનમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મરણ જનાર સુરેશભાઈ નામના વેપારી કોઈ જાતના કરજમાં ડૂબી ગયેલ હોય તેના કારણે આ પગલું ભરી લીધું હતું, આ બનાવની જાણ સ્વામિનારાયણ પાર્ક શેરી નંબર 2 માં રહેતા કેતન સુરેશભાઈ લશ્કરી દ્વારા સીટી-સી ડિવિઝનમાં કરવામાં આવી હતી.

ગુલાબનગરમાં ઉલ્ટી થતા સારવારમાં યુવાનનું મોત
જામનગરના ગુલાબનગર ના વૃંદાવનધામ બેમાં રહેતા હર્ષદભાઈ દિલીપભાઈ નકુમ ઉંમર વર્ષ 27 ને ઘરે ઊલટીઓ થતાં સારવારમાં લાવતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયાનું દિલીપભાઈ દ્વારા જાહેર કરાયું હતું.

મોટી નાગાજરના આધેડનું ચક્કર આવ્યા બાદ સારવારમાં મોત.
કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામમાં રહેતા ઘનશ્યામ બેચરભાઈ ડાંગર ઉંમર વર્ષ 47 ગત તા 8ના રોજ પોતાના ઘરે હતા ત્યારે અચાનક ચક્કર આવતા અને શરીરે પરસેવો વળી જતા જી જી હોસ્પિટલમાં લાવવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે અરવિંદભાઈ ડાંગર દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

ભૂલથી ઝેરી દવા પી લેતા મોત.
લાલપુર તાલુકાના વડ પાચસરા ગામમાં રહેતી કંનીબેન રામાભાઇ ઝાપડા ઉમર વર્ષ 41 ને તાવ આવતો હોય જેથી દવા અને ખેતીકામમાં ઉપયોગમાં લેવાતી દવા પાસે રાખેલ હોય જે ભોગ બનનારના ઘરે લાઇટ ન હોવાથી તાવમાં પીવાની દવા ના બદલે ખેતીમાં ઉપયોગમાં લેવાતી દવા સમજીને પી લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ અંગે રામાભાઇ દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરાઇ હતી.