જામનગર ગાંધીનગર વિસ્તારમાં મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત.
જામનગર શહેર અને જિલ્લામાં વધતા જતા કોરોના ના કેસ અને મૃતકોની સંખ્યાના કારણે ગાંધીનગર સ્થિત સ્મશાન ગૃહ – મોક્ષ મંદિરમાં ગેસ આધારિત વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે.
હાલમાં કોરોના મહામારીના કારણે મૃત્યુ આંક વધ્યો છે, અને સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની પ્રક્રિયામાં અવરોધ ઊભા થયા છે.
સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં અંત્યેષ્ટિ માટે કતારો લાગી છે, અંતિમ સંસ્કાર પ્રક્રિયામાં કલાકોની પ્રતિક્ષા અનિવાર્ય બની રહી છે, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિદાહ માટે સ્વજનો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જામનગરના એક સ્મશાન ગૃહ દ્વારા વિશેષ સવલત ઊભી કરવામાં આવી છે.
શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં વિદ્યુત ભઠ્ઠી તો વર્ષોથી કાર્યરત છે જ, …પરંતુ વધારાની સુવિધારુપે અહીં ગેસ આધારિત એક વધુ ફરનેસ કાર્યરત થઈ રહી છે.
સમાજના સમય-શકિતનો બચાવ તો થશે જ સાથોસાથ પર્યાવરણ બચાવવા તરફી પણ આવકારદાયક પગલું બની રહેશે.