જામજોધપુર પંથકમાં પોલીસપાર્ટી ઉપર મહિલાઓનો હુમલો.

0
518

જામજોધપુર પંથકમાં પોલીસપાર્ટી ઉપર હુમલો.

તપાસમાં ગયેલ પોલીસકર્મીઓ ઉપર મહિલાઓ સહિતના ટોળું વિફરતા ચકચાર: 3 સામે ફરિયાદ

જામનગર: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનોપસિંહ ભીખુભા જાડેજા દ્વારા ગઈકાલે જામજોધપુર પોલીસમાં જામવાડીના જાપા પાસે આબલી ફળિમાં રહેતા ભૂરા અલી રાવકરડા ઉમર વર્ષ 60, અનિફાબેન ભૂરા રાવકરડા ઉ.વ. 47 અને રેશ્માબેન ભૂરા રાવકરડા ઉ.વ. 30 ની સામે આઇપીસી કલમ 353, 186,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે જામવાળીના જાપા પાસે આરોપીઓના ઘરે પોલીસ પોતાની ફરજ દરમિયાન પ્રૌહી કલમ 120 મુજબના ઠરાવની સમજ કરી અત્રે પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી આસિફ ભૂરા રાવકરડા તથા પંચોને સાથે રાખી મકાનની ઝડતી તપાસ કરવા ગયા હતા.

ઝડતી તપાસ કરવા જતા આરોપીઓએ રાજ્ય સેવક પોલીસને જેમતેમ અપશબ્દો બોલી અને પોલીસ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરીને પોલીસ પર હુમલો કરીને ગુનાહિત બળપ્રયોગ થકી કાયદેસરની ફરજ બજાવવામાં અડચણ ઉભી કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. બનાવ પગલે જામવાળી વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ફરિયાદના આધારે આગળની તપાસ પીઆઈ સવસેટા દ્વારા ચલાવવામાં આવી રહી છે.