ખેતી બેંક ના બે કર્મચારી દ્વારા ૬ વર્ષના સમય ગાળામાં  અલગ-અલગ ખેડુત ના નામે  બે કરોડથી ઉપરનું કર્યુ કોભાંડ અંતે થઈ પોલીસ ફરીયાદ.

0
91

ખેતી બેંક ના બે કર્મચારી દ્વારા ૬ વર્ષના સમય ગાળામાં  અલગ-અલગ ખેડુત ના નામે  બે કરોડથી ઉપરનું કર્યુ કોભાંડ અંતે થઈ પોલીસ ફરીયાદ.

એક ચોકાવનારો કિસ્સો એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે, જેમાં જામનગરન શહેરની તળાવ નજીક આવેલ  જૂની આરટીઓ કચેરી નજીક આવેલ ખેતીબેન્કના અધિકારી અને કર્મચારીએ મળીને ખેતીબેંકમાં ખાતા ધરાવતા ખેડૂતોની જાણ બહાર ગેરકાયદેસર વ્યવહાર કરી બે કરોડ ઉપરાંત રૂપિયાની ઉચાપત કરી આર્થિક કૌભાંડ આચર્યાનો મામલો લાંબા સમયની થી ગાજતો હતો અંતે તપાસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમા બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે તે બન્નેએ છેલ્લા છ વર્ષના ગાળામાં ખેડૂતોના ખાતામાંથી ધિરાણની રકમ ઉપાડી કૌભાંડને અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલ ખેતી બેંકમાં બેન્કના જ કર્મચારી અને અધિકારી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે

જે લાંબા સમયથી ગાજી રહેલા આ પ્રકરણમાં બેંકમાં ફરજ બજાવતા દિપકરામ જુગતરામ ભટ્ટ રહે.રોયલ ગ્રીન સોસાયટી ગાંધી ચોક ધ્રોલ જી.જામનગર તથા અને સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા રહે.શીવશક્તી તીલજી પાર્ક શેરી.નં.૬ બ્લોક.નં.૮ ગુંજન વિહારની સામે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા આ બંને કર્મચારીઓએ વર્ષ 2014 થી 2020 સુધીએમ 6 વર્ષના સમયગાળામાં એકબીજાથી મેળાપીપણુ કરી અને એક કૌભાંડનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્લાન મુજબ બેંકના રેકર્ડમાં ચેકચાક, સુધારા વધારા કરી બેંકના સીરીયલ નંબર વાળા, સીરીયલ નંબર વગરના ધીરાણના તારણ મુક્તીના પ્રમાણપત્રો (દાખલા), ખેડુતોના ધીરાણની રકમો મુદત વીતી બાકી હોવા છતા ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સહીઓ કરી ખેડુતોના ધીરાણની રકમો બાકી હોવા છતા ગેરકાયદેસર રીતે ધીરાણની રકમો ચુકતે બતાવી દીધા હતા.

ત્યારબાદ તે અંગેના ખોટા પ્રમાણપત્રો(દાખલા) આપી તેમાં સહી-સીક્કાઓ કરી ખોટા નો-ડ્યુ સર્ટી તથા પહોચો ખોટી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી ખેડુતોને આપી બેંકના રૂપીયા 2,04,21,997 ની રકમ પોતાના અંગત ફાયદા માટે ઉચાપત કરી, વિશ્વાઘાત, છેતરપીંડી આચરી હતી.આ આર્થિક કૌભાંડ અંગે ખેડૂતોની ફરિયાદ અને આંતરિક તપાસ બાદ બેંક મેનેજર વીરજી પ્રતાપજી ઠાકોરે બંને કર્મચારીઓ સામે સીટી એ ડીવીજન પોલીસમથક ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.જે.જલુ દ્વારા આ આર્થિક ગોટાળા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.