કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે નોડેલ અધિકારીની નિમણુંક અંગે બેઠક યોજાઇ.

0
533

કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે નોડેલ અધિકારીની નિમણુંક અંગે બેઠક યોજાઇ.

જામનગર, રાજયમાં નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રાજય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત જામનગર જિલ્લા માટે કોવીડ કેર સેન્ટર ખાતે તબીબી કામગીરીનું સુપરવિઝન, દેખરેખ, સંકલન તેમજ આનુષાંગિક કામગીરી માટે નાયબ વન સંરક્ષક, દેવભૂમિ દ્વારકા સામાજીક વનીકરણ વિભાગ, શ્રી આર. ધનપાલ (આઇ.એફ.એસ.)ની નિમણુંક કરેલ છે.

જે અનુસંધાને આજરોજ કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરએ જણાવ્યું કે, હાલમાં જિલ્લામાં વધી રહેલકોરોનાના કેસોને ધ્યાને લેતા જિલ્લાના વર્ગ-1 કક્ષાના અધિકારીઓને કોવિડ અંગેની જુદી જુદી કામગીરીઓ અંગેના નોડેલ ઓફિસર તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે.

રાજય સરકાર દ્વારા મળેલ સુચના અનુસાર જિલ્લામાં કોવિડ કેર સેન્ટર, ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર અને જરૂર પડે ત્યારે સમરસ હોસ્ટેલની અંદર પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના થયા તો તે માટેનું આગાઉથીએ આયોજન કરવા અંગે જિલ્લાના આરોગ્ય તથા અન્ય અધિકારીશ્રીઓને સુચન કરેલ હતું.

આ બેઠકમાં મ્યુનિશીપલ કમિશ્નરશ્રી સતિષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દિપેન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપીન ગર્ગ,નાયબ વન સંરક્ષક અને કોવિડ કેર સેન્ટરના નોડેલ અધિકારીશ્રી આર. ધનપાલ, જિલ્લાના આરોગ્ય વિભાગના તથા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.