એક મહિનાથી નાશી ગયેલ પ્રેમી પંખીડાએ વૃક્ષની ડાળી સાથે લટકી સજોડે આપઘાત.

0
696

એક મહિનાથી નાશી ગયેલ પ્રેમી પંખીડાએ વૃક્ષની ડાળી સાથે લટકી સજોડે આપઘાત.

વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ગળેફાંસો ખાવાના બનાવો પણ વધતા જઈ રહ્યા છે. ખાસ કરી પ્રેમ પ્રકરણમાં અવાર-નવાર આવા બનાવો આચરવામાં આવતા હોય છે ત્યારે વધુ એક દેદાદરા ગામની સીમમાં આવો બનાવ સામે આવ્યો છે લખતર તાલુકામાં વસવાટ કરતા પ્રેમી પંખીડાઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી મોતને વ્હાલું કરી નાખયુ છે.

ત્યારે વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં ઝાડ ઉપર પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કર્યાની વઢવાણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પોલીસ જ તપાસ હાથ ધરી હતી.વઢવાણ તાલુકાના દેદાદરા ગામની સીમમાં એક યુવતી અને યુવક ઝાડ ઉપર લટકતા હોવાની બાતમી વઢવાણ પી.એસ.આઇ.ડી.ડી. ચુડાસમાને મળતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે બંન્નેને ઝાડ ઉપરથી ઉતારીને હોસ્પીટલમાં પી.એમ.માટે લઇ જઇ ઓળખ શરૂ કરી હતી.જેમાં આ બંન્ને લખતરના હોવાનુ અને બે માસ પહેલા જ મૈત્રી કરાર કર્યા હતા.

આ બંન્નેની ઓળખ કરતા સહયોગ વિદ્યાલયની પાછળ બરોલીયા રમેશ તુલસીદાસ (ઉવ.30 ) અને વિરમગામી મીરાબેન પરભુભાઇ (ઉવ. 26) હોવાનું જાણવા મળ્યુ હતુ. આમ મૈત્રી કરાર કર્યા શા માટે બંન્નેએ એક સાથે આત્મહત્યા કરી એ બાબતની આગળની તપાસ વઢવાણ પોલીસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બંનેની લાશને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક મહિના પહેલા અપરણિત બાવાજી યુવક અને એક બાળકની માતા દેવીપૂજક યુવતિ નાસી ગયા હતા. તેમણે દોરડા વડે વૃક્ષની ડાળી સાથે લટકી જઇ સજોડે આપઘાત કરી લીધો છે.