અમદાવાદ,વડોદરા અને ભાવનગર સહિતના મેયરની વરણી. ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની પણ જાહેરાત કરરાઇ.

0
140

અમદાવાદ,વડોદરા અને ભાવનગર સહિતના મેયરની વરણી.

ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનની પણ જાહેરાત કરરાઇ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: અમદાવાદ મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર પદ માટે ગીતાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેશ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દંડક તરીકે અરુણસિંહ રાજપૂતના નામની જાહેરાત કરવામાં આવી છે.

મેયર પદ માટે નામની જાહેરાત બાદ કિરીટ પરમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મારા નામની જાહેરાત કરીને ભારતીય જતા પાર્ટીએ એવો સંદેશ આપ્યો છે કે, ચાલીમાં ભાડુઆત તરીકે રહેતો કાઉન્સિલર પણ મેયર બની શકે છે. નાના કાર્યકરની પણ પાર્ટીએ કદર કરી છે. આવું ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટે જણાવ્યું હતું કે, “પક્ષે મને જ જવાબદારી સોંપી છે તેને નિભાવવા માટે હું તૈયાર છું. અમારી પ્રાથમિકતા-નળ, ગટર અને પાણી રહેશે.

આ માટે જે કરવું પડશે તે કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈની આગેવાનીમાં અમદાવાદ દેશભરમાં રોલ મોડલ બને તેવા કામ કરીશું.”

મેયર તરીકે પસંદગી પામેલા કિરીટ પરમાર છેલ્લી ત્રણ ટર્મથી ઠક્કરબાપા નગરમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવે છે. તેઓ સંઘ સાથે જોડાયેલા છે, એક નાના કાર્યકરમાંથી મેયર પદ સુધી પહોંચ્યા છે.

તેઓ વિવાદોથી હંમેશા દૂર રહ્યા છે. તેઓને ગોરધન ઝડફિયા જૂથના માનવામાં આવે છે. જ્યારે ડેપ્યુટી મેયર બનેલા ગીતાબેન પટેલ નારણપુરા વોર્ડમાંથી કાઉન્સિલર છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનેલા હિતેશ બારોટને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. હિતેશ બારોટ થલટેજ વોર્ડમાંથી વિજેતા થયા છે.

હિતેશ બારોટ અમદાવાદ શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ પદે રહી ચૂક્યા છે.

ભાવનગર:
ભાવનગર શહેરના મેયર પદે કિર્તીબેન દાણીધારિયાની પસંદગી કરવામાં આવી છે. જ્યાકે કૃણાલ શાહ ડેપ્યુટી મેયર બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદે ધીરૂભાઈ ધામેલિયાની વરણી કરવામાં આવી છે.

વડોદરા:
વડોદરાના મેયર પદે કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે નંદા જોશીને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હિતેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ છે.