‘સેવ ધી સેવિયર’ : જામનગરમાં 18 મીએ ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓના વિરોધમાં. આઇ.એમ.એ.નું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.

0
1471

‘સેવ ધી સેવિયર’: જામનગરમાં 18 મીએ ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓના વિરોધમાં. આઇ.એમ.એ.નું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે.

કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત કામ કરશે.

જામનગર: ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (આઇ.એમ.એ.)ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્ર વ્યાપી શાખાઓનો આગામી 18જુન ના રોજ આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે શાંતિ – વિરોધ પ્રદર્શિત કરશે તથા દેખાવો કરવામાં આવશે.

ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા 18મીએ જામનગરના માધવ હોસ્પીટલ, એસ. ટી, બસ સ્ટેંડ ની પાછળ સવારે 10 કલાકે આ વિરોધ પ્રદર્શન કરશે.

આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્રીય સરકારની જવાબદારી છે અને ડોકટર અને નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો અને તેનાં ત્વરિત અમલીકરણ માટે આઇ.એમ.એ. માંગ કરે છે.

આઇ એમ એ ના સભ્યો, તા:18/06/21 ના રોજ-

1. બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે.
2. બેનરો, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે હોસ્પીટલ ખાતે વિરોધ કરવા મા આવશે.
3. ભારતના વડા પ્રધાનશ્રીને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવા મા આવશે.
4.વહીવટી / રાજકીય નેતાઓ/ એસપી / ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે.
તા 18/06/21, શુક્રવારના દિવસે કોઈ પણ હોસ્પિટલ બંધ રહેશે નહીં, તમામ આરોગ્ય સેવાઓ યથાવત કામ કરશે.