મુખ્યમંત્રી રૂપાણીનું મોટુ નિવેદન: હજુ અઠવાડિયું કેસ વધશે.

0
160

મુખ્યમંત્રી રૂપાણીનું મોટુ નિવેદન: હજુ અઠવાડિયું કેસ વધશે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ જેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રોજ રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે.

આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. 3 લાખ વેકસિન આપવાની મુહિમ છે.

વિધાનસભા સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.

રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ અને લોકો કોરોના ગાઇડલાઇનને ઘોળીને પી ગયા હતા. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

જેને લઈ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.