ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી આપ’ નેતા ગોપાલ ઇટાલિયા વિરૂઘ્ધ ફરિયાદ.

0
357

‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયા વિરૂઘ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 7 પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.

ગોપાલ ઇટાલીયાએ ફેસબુક ઉપર સી.આર.પાટીલને બુટલેગર કહેતા મામલો બીચક્યો.

સુરત: આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલિયા ફરી નવા વિવાદોમાં ફસાયા છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમની વિરુદ્ધ સાત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. હવે આ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે.

મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં વાવાઝોડુ તૌકતે આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર સક્રિય હતા. તેઓ લોકો પાસેથી વાવાઝોડાની માહિતી મેળવી રહ્યાં હતા. આ દરમિયાન ગોપાલ ઈટાલિયાએ એક ફેસબુક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, તમારા વિસ્તારમાં અત્યારે વાવાઝોડાની શું સ્થિતિ છે? વિસ્તારના નામ સાથે જણાવો..

ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ પર ઉમેશ મારડિયા હિંદુ પ્રજાપતિ નામના એક યૂઝરે કોમેન્ટ કરી હતી. ઉમેશ મારડિયાએ ગોપાલ ઈટાલિયા પાસે દારૂની બોટલની માંગ કરી હતી. ત્યારબાદ ગોપાલ ઈટાલિયાએ તેને વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિશે અપશબ્દ કહ્યા હતા. હવે પાટીલે આ મામલે ફરિયાદ નોંધાવી છે.