જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા પર હુમલો કરી ફરજમાં રૂકાવટ – સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પાંચ સહિત 15 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ.

0
780

જામનગર જી.જી. હોસ્પિટલમાં મહિલા પર હુમલો કરી ફરજમાં રૂકાવટ – સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પાંચ સહિત 15 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી અને સફાઈકર્મી વચ્ચે થયેલ તકરારમાં પોલીસ ખુદ ફરિયાદ બની નોંધાવી ફરિયાદ:

જામનગર : સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા લોકરક્ષક તરીકે ફરજ બજાવતા રેખાબેન દિનેશભાઈ દાફડા ઉ.વ. ર8 એ ફરીયાદ નોંધાવી છે. કે, તા.ર6-પ-ર0ર1 ના જામનગરની જી.જી.હોસ્પિટલ કોવિડ -19 બીલ્ડીંગ સામે, આરોપી સાગરભાઈ દિનેશ સોલંકી, આનંદ મગનભાઈ રાઠોડ, મુકેશ દિનેશભાઈ સોલંકી, આકાશ સોમાભાઈ સોલંકી, બિપીન રામજીભાઈ સોલંકી, તેમજ બીજા દશ થી પંદર જેટલા અજાણ્યા માણસો એ કોવિડ હોપિટલમાં ટીફીન દેવા બાબતે અંદરો અંદર બોલાચાલી થતા પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી રેખાબેનની તેમજ સાહેદોની હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીમાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી. જી.જી.હોસ્પિટલ મેઈન કોવિડ -19 બિલ્ડીંગના એન્ટ્રીગેઈટે ફરીયાદી રેખાબેન પર નિર્લજ હુમલો કરી દાખલ દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલાઓએ છુટા પથ્થરના ઘા કરવાથી ગંભીર ઈજા કરવાના ઈરાદાથી તેમજ ઓકસીઝન ટેંન્કમાં પથ્થરના ઘા કરવાથી મોટી જાનહાની થઈ શકે તેવું જાણતા હોવા છતા તેમજ એમ્બ્યુલન્સ અને સબવાહીનીઓના અવાર-જવરના રસ્તા પર વાહનો પાર્ક કરવાથી દર્દીને સારવારમાં વીલંબ થવાથી દર્દીનું મોત તેમજ તેના સગાઓને પથ્થરોના છુટા ઘા કરવાથી ગંભીર ઈજા થઈ શકે અને નુકશાન કરવાના ઈરાદાથી અમારી ઉપર તેમજ કોવિડ તેમજ ઓકસીઝન ટેન્ક ઉપર પથ્થરના ઘા કરી ટોળાના માણસોએ સરકારી મિલ્કતને નુકશાન કર્યાની પોલીસ ફરિયાદનોંધાઇ છે.