જામજોધપુરમાં શરાબની મહેફીલના રંગમાં પોલીસનો ભંગ : 3 ઝડપાયા.

0
391

જામજોધપુરમાં શરાબની મહેફીલના રંગમાં પોલીસનો ભંગ : 3 ઝડપાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામજોધપુરના આઝાદ ચોક પાસે ગલીમાં નલીનભાઇના એક ખાલી પડેલ મકાનમાં કેટલાક શખસો દારુ પી રહ્યા છે, જે વિગતના આધારે પોલીસે દરોડો પાડી કેફી પ્રવાહી દેશી દારુની મહેફીલ માણતા જામજોધપુરના તીરુપતિ સોસાયટીમાં રહેતા અને વાહન લે-વેચનું કામ કરતાં મયુરકુમાર ભરત ચાવડા, પટેલ સમાજની પાસે રહેતા નલીન કેશવલાલ સાગર અને ભાયાવદરની મતવા શેરીમાં રહેતા મનોજ ભીમજી ચૌહાણ ત્રણેયને પકડી લીધા હતાં.

દરોડા દરમ્યાન અડધો લીટર દેશી દારુ ભરેલી બોટલ અને ત્રણ ખાલી ગ્લાસ કબ્જે કર્યા હતાં, દરોડાની કાર્યવાહી જામજોધપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી, ત્રણેયની સામે પ્રોહી.એકટ અનુસાર ફરિયાદ નોંધી હતી.