ગુજસીટોકના આરોપી નિલેશ ટોલીયા અતુલ ભંડેરી અને વશરામ આહિર સહિત ૧ર આરોપી સામે ૩ હજાર પાનાનું ચાર્જશીટ.

0
1079

ગુજસીટોકના આરોપી નિલેશ ટોલીયા અતુલ ભંડેરી અને વશરામ આહિર સહિત ૧ર આરોપી સામે ૩ હજાર પાનાનું ચાર્જશીટ.

જામીનનો માર્ગ મોકળો..!
ઓક્ટોબરમાં ગુનો નોંધાયા બાદ પોલીસની અદાલતી પ્રક્રિયા પ કરોડની રિકવરી ૧૦૦ થી વધુના નિવેદન ઇલેક્ટ્રોનિક પુરાવા.

ગત ઓકટોબર માસમાં જામનગરના 15 આરોપી સામે ૧૭૫ દિવસ બાદ ત્રણ હજાર પાનાનું કદાવર ચાર્જશીટ તાજેતરમાં જ ગુજસીટોક અદાલતમાં રજૂ કર્યું છે.

તેમાં ૫ કરોડની રિકવરી ૧૦૦થી વધુ સાહિદોના નિવેદન ઇલેક્ટ્રોનિક પુરાવા સહિતની વિગત નો સમાવિષ્ટ હોવાનો ઉલ્લેખ કરાયો છે

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના નેટવર્ક ને તોડી પાડવા પોલીસે ગુપ્તરાહે તપાસ હાથ ધર્યા બાદ તારીખ 15 ઓક્ટોબર 2020 ના રોજ એલસીબી પી.આઈ કે.જી ચૌધરીની ફરિયાદ પરથી 14 આરોપી સામે જામનગરમાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો હતો.

તેમાં અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ થવા પામી હતી તેના રિમાન્ડ બાદ આરોપીઓ પૈકી બિલ્ડર નિલેશ ટોલીયા, કોર્પોરેટર અતુલ ભંડેરી નિવૃત્ત પોલીસ કર્મી વશરામ આહીર પ્રવીણ ચોવટીયા અનિલ પરમાર મુકેશ અભંગી શેરબજારનો ધંધાર્થી પ્રફુલ પોપટ હુંડિયામણ નો ધંધાર્થી જીગર ઉર્ફે જીમી આડતીયા જામનગરની જેલમાં ધકેલાયા બાદ આ કેસમાં ઝડપાયેલા યશપાલ જાડેજા જશપાલ જાડેજા એડવોકેટ માનસતા અને જાન્યુઆરી માસમાં પકડાયેલા અનિલ ડાંગરિયા ને જામનગરની જેલમાં મોકલાયા હતા.

તમામ સામે હાલ કેસના તપાસનીસ ડીવાયએસપી નિતેશ પાંડે દ્વારા ચાર્જશીટ રજૂ કરાયું છે પોલીસ દ્વારા સુનિલ ચાંગાણી જયેશ પટેલ રમેશ અભંગી ને ફરાર ગણીને તેની સામે ચાર્જશીટની પ્રક્રિયા બાકી રાખી છે આગામી સમયમાં પોલીસ દ્વારા પુરવણી ચાર્જશીટ કરવામાં આવશે.